મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: બંગાળ ચૂંટણી 2026: "વડાપ્રધાન મોદીના આશીર્વાદથી ખીલશે કમળ", ફોર્મ ભરતા સુવેન્દુ અધિકારીનો હુંકાર

VIDEO: પશ્ચિમ બંગા

સોર્સ: GSTV

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નેતા અને ભાજપના મુખ્ય પ્રભારી સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર અને નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવતી વખતે જોરદાર રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. 

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે ભગવા સુનામી હાજર છે. કમળ ખીલશે અને વડાપ્રધાન મોદીના આશીર્વાદથી ભાજપની સરકાર સત્તામાં આવશે. આ સરકાર ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અને વિકાસ પર કામ કરશે.સુવેન્દુ અધિકારી ભાજપની ટિકિટ પર ભવાનીપુર અને નંદીગ્રામ બંને બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે હારનો સામનો કર્યો હતો. ત્યારબાદ તેઓ ભવાનીપુર પેટાચૂંટણીમાં પ્રિયંકા તિબ્રેવાલ સામે જીત્યા હતા.

આ વખતે ભવાનીપુરમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે સીધો મુકાબલો થવાની સંભાવના છે, જ્યારે અધિકારી નંદીગ્રામ બેઠકને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.પશ્ચિમ બંગાળની 294 સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે 23મી એપ્રિલે અને બીજા તબક્કામાં 142 બેઠકો માટે 29મી એપ્રિલે મતદાન થશે. મતગણતરી 4 મેના રોજ યોજાશે.  

આ સમાચાર શેર કરો