VIDEO: બારામતી પેટાચૂંટણી: કોંગ્રેસે આકાશ મોરેને મેદાનમાં ઉતાર્યા, સુનેત્રા પવાર વિરુદ્ધ યુવા ચહેરાનો જંગ!
મહારાષ્ટ્રમાં બારામતી વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રે

મહારાષ્ટ્રમાં બારામતી વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે આકાશ વિજયરાવ મોરેને ઉમેદવાર જાહેર કર્યા છે. આકાશ મોરે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ છે અને તેમના પિતા વિજયરાવ મોરે મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા
કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડેઆકાશ મોરેની બારામતી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારતરીકે મંજૂરી આપી દીધી છે.આ ઉમેદવારી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર વિરુદ્ધ છેજેઓ એનસીપી તરફથી બારામતી પેટાચૂંટણી લડશે. આ બેઠક અજિત પવારના અવસાન બાદ ખાલી પડી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના પાર્ટીના સંજય રાઉતે જણાવ્યું કે બારામતી બેઠક શરદ પવારની છે.
તેમણે આ વિશે મહાવિકાસ આઘાડીમાં કોઈ મૂંઝવણ હોવાનો દાવાઓને નકારી કાઢ્યો છે. રાઉતે જણાવ્યું કે રાહુરી બેઠક પરથી ઉદ્ધવ જૂથની શિવસેનાના ત્રણ ઉમેદવારોએ રસ દર્શાવ્યો છે અને અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે પર છે.ચૂંટણી પંચે બારામતી અને રાહુરી માટે પેટાચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. મતદાન 23 એપ્રિલ 2026ના રોજ અને મતગણતરી 4 મેના રોજ થશે







