VIDEO/ બેંક કર્મચારીઓ માટે ખુશખબર: કેન્દ્ર સરકારે પગાર વધારાની પ્રક્રિયા તેજ કરવા આપ્યા આદેશ

કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં દર

કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવા માટે બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે 13માં દ્વિપક્ષીય વેતન સમજૂતી કરવા માટે વાતચીતની પ્રક્રિયા સમયસર શરૂ કરવા અને તેના પર 12 મહિનામાં અંતિમ નિર્ણય લેવા આદેશ આપ્યો છે. આ પગાર વધારો પહેલી નવેમ્બર-2027થી લાગુ ગણવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓ સહિત નાણાંકીય સંસ્થાઓ  દર પાંચ વર્ષે પગાર વધારો કરવામાં આવે છે. આવી જ રીતે ભારતીય બેંક સંઘ, કર્મચારી યુનિયન અને સંઘો સાથે વાતચીત કરીને પગાર વધારા માટે સમજૂતી કરે છે. નાણાં મંત્રાલયના વિત્તીય સેવા વિભાગે સરકારી બેંકોના વડાઓને 20 એપ્રિલે પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે, તમામ બેંકો 12 મહિનાની અંદર વાતચીત કરીને પગારમાં ફેરફાર માટે પગલા ભરે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત