VIDEO/ અયોધ્યા રામ મંદિરમાં ભક્તોને મોટી રાહત: કાળઝાળ ગરમીથી બચવા પરિસરમાં તૈયાર કરાયા અત્યાધુનિક AC વેઇટિંગ હોલ
VIDEO/ Ayodhya Ram Temple: AC waiting hall prepared in the premises | અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરતા ટ્રસ્ટ
અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરતા ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોને કાળઝાળ ગરમી અને પ્રતિકૂળ હવામાનથી બચાવવા માટે મંદિર પરિસરમાં અત્યાધુનિક એર-કન્ડિશન્ડ વેઇટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યા છે. રામલલાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓને લાંબી કતારોમાં ઉભા રહેતી વખતે કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાને કારણે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને મોટી રાહત મળશે. આ વેઇટિંગ હોલ્સમાં ભક્તો આરામથી બેસી શકશે અને પ્રતીક્ષા કરી શકશે, જેનાથી દર્શનની પ્રક્રિયા વધુ સુગમ અને આરામદાયક બનશે.
જાહેરાત





