મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ ઇવેન્ટમાં ફોટા માટે પોઝ આપતી વખતે સ્ટેજ પરથી ગબડી પડ્યા

ન્યૂ સાઉથ વેલ્સમાં એક કાર્યક્રમ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થો

ન્યૂ સાઉથ વેલ્સમાં એક કાર્યક્રમ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સ્ટેજ પરથી પડી ગયા હતા. પરંતુ ઝડપથી સ્વસ્થ થઈ ગયા, અને બધાને ખાતરી આપી કે તેઓ ઠીક છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ફોટા માટે પોઝ આપી રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ ગુરુવારે ન્યૂ સાઉથ વેલ્સમાં એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી પડી ગયા હતા. મે મહિનામાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી માટેના પ્રચાર કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન તેમના ભાષણ પછી ફોટા માટે પોઝ આપી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલા વીડિયોમાં અલ્બેનીઝ સ્ટેજ પરથી નીચે પડી જતા જોવા મળે છે.  પાછળ પગ મૂકતા જ તેઓ ગબડી પડ્યા હતા. પરંતુ થોડીવાર પછી, અલ્બેનીઝ હસતાં ઊભા થયા અને બે હાથ વડે ભીડને ઈશારો કર્યો કે તે ઠીક છે.

રોઇટર્સના જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન સાથેના રેડિયો ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અલ્બેનીઝે પાછળથી આ ઘટનાને ટાળી દીધી. કહ્યું કે, "હું એક ડગલું પાછળ હટી ગયો. હું સ્ટેજ પરથી પડ્યો નહીં... ફક્ત એક પગ નીચે પડી ગયો."

અલ્બેનીઝ હાલમાં 3 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે પ્રચારમાં છે. પીટર ડટનના નેતૃત્વ હેઠળના રૂઢિચુસ્ત લિબરલ-નેશનલ વિપક્ષ સાથે ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીની કાંટાની ટક્કર છે. 

આ સમાચાર શેર કરો