Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Will this Australian fast bowler not play the Sydney Test

IND vs AUS / શું સિડની ટેસ્ટ નહીં રમે આ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર? ટીમના કોચે આપી મોટી હિંટ

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2024
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / શું સિડની ટેસ્ટ નહીં રમે આ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર? ટીમના કોચે આપી મોટી હિંટ

મેલબર્ન ટેસ્ટમાં ખાસ કરીને પાંચમા દિવસે મિચેલ સ્ટાર્ક વારંવાર પોતાની કમર પકડતો નજર આવી રહ્યો હતો. સ્ટાર્કના ઈજાગ્રસ્ત થવાની શક્યતાના કારણે તેના સિડની ટેસ્ટમાં રમવા પર શંકા છે. ઓસ્ટ્રેલિયન ટીમના કોચ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડે સ્ટાર્કના સિડની ટેસ્ટમાં રમવા પર મોટી હિંટ આપી હતી પરંતુ અત્યાર સુધી કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. એક રિપોર્ટ અનુસાર સ્ટાર્ક સિરીઝની અંતિમ ટેસ્ટ રમશે કે નહીં તેનો નિર્ણય ગુરુવાર પહેલા નહીં લેવામાં આવે.

App Store

આ પણ વાંચો: હવે WTCની ફાઈનલમાં કેવી રીતે પ્રવેશી શકશે ભારત? આ ટીમના હાથમાં છે ભાગ્ય

મિચેલ સ્ટાર્કના રમવા પર સિડની ટેસ્ટની સવારે જ બધું જ સ્પષ્ટ થઈ જશે. હવે સિડની ટેસ્ટ જ નક્કી કરશે કે શું ટીમ ઈન્ડિયા છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ના હારવાના સિલસિલાને જારી રાખી શકશે કે આ વખતે ઓસ્ટ્રેલિયા બાજી મારશે. સિરીઝમાં ઓસ્ટ્રેલિયા હજુ 2-1થી આગળ ચાલી રહ્યું છે. 

સ્ટાર્કની જગ્યાએ કોણ રમશે?

જો મિચેલ સ્ટાર્ક સિડની ટેસ્ટ રમવા સુધી ફિટ નહીં થઈ શકતો તો બ્યૂ વેબ્સ્ટર, શોન એબટ સિવાય ઝાય રિચર્ડસનને તેના રિપ્લેસમેન્ટ તરીકે જોઈ શકાય છે. જોશ હેઝલવુડ ફિટ થશે તો સિરીઝની અંતિમ મેચમાં તેની વાપસી થઈ શકે છે.

મિચેલ સ્ટાર્ક વર્તમાન ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ પૈકીનો એક છે. તેણે આ સિરીઝમાં 4 મેચ રમીને અત્યાર સુધી 15 વિકેટ લીધી છે. આમાં જસપ્રીત બુમરાહ, પેટ કમિન્સ અને મોહમ્મદ સિરાજ તેનાથી આગળ છે. સ્ટાર્ક બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં અત્યાર સુધી 59 વિકેટ લઈ ચૂક્યો છે પરંતુ મેલબર્ન ટેસ્ટમાં કોઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો.