VIDEO: કચ્છ સરહદે આર્મીની ગર્જના! ઓપરેશન સિંદૂરની વરસીએ T-72 ટેન્કોએ રણ ધમરોળ્યું, પાકિસ્તાનને આપ્યો કડક મેસેજ
VIDEO: ઓપરેશન સિં
VIDEO: ઓપરેશન સિંદૂરની પ્રથમ વાર્ષિક તીથિ નિમીતે ભારતીય થલ સેનાએ કચ્છમાં પાકિસ્તાન બોર્ડર પર શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભારતીય સેનાએ ટી-72 ટેન્ક, એલ-70 એર ડિફેન્સ ગન જેવા લડાકુ શસ્ત્રોના માધ્યમથી પાકિસ્તાનને સંદેશો આપ્યો હતો.
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક કચ્છનું અફાટ રણ ભારતીય સેનાના શક્તિ પ્રદર્શનથી ગુંજી ઉઠ્યું હતું. ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસી નિમિત્તે ભારતીય આર્મીએ પાકિસ્તાનને ગર્ભિત ચેતવણી આપતા એક ભવ્ય યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું. સરહદથી ગણતરીના કિલોમીટર દૂર આયોજિત આ કવાયતમાં 72 ટેન્ક એલ 70 એર ડિફેન્સ ગન અને 130 એમએમ આર્ટિલરી જેવા ઘાતક શસ્ત્રોએ રણને ધમરોળ્યું હતું.
જવાનોએ વિષમ પરિસ્થિતિમાં દુશ્મનના દાંત ખાટા કરવાની રણનીતિનું આબેહૂબ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને આધુનિક રોબોટ ડોગ અને ડ્રોન ટેકનોલોજી દ્વારા સૈનિકોની ગેરહાજરીમાં પણ ક્રીક અને મેન્ગ્રોવ્સના જંગલોમાં કેવી રીતે નજર રાખી શકાય તેનો પ્રભાવશાળી ડેમો આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે સેનાની દરિયાઈ બોટ પણ આ અભ્યાસમાં જોડાઈ હતી. કાદવ અને જંગલોથી ભરેલા ક્રીક વિસ્તારમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંકલન સાધીને દુશ્મન દેશને કડક સંદેશ આપ્યો હતો કે ભારતની સરહદો હવે અજેય છે. રણપ્રદેશમાં થયેલા તોતિંગ ફાયરિંગ અને વિસ્ફોટોએ સરહદ પર યુદ્ધ જેવો માહોલ સર્જી દીધો હતો.












