VIDEO: શું ધાર્મિક પ્રથાઓ ન્યાયિક સમીક્ષાની બહાર છે? ન્યાયાધીશ સૂર્યકાન્તે વકીલ જે સાઈ દીપકની દલીલ પર ઉઠાવ્યા સવાલ
VIDEO: સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિ
VIDEO: સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિરના મામલામાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું કે ન્યાયિક સમીક્ષાની શક્તિ પર આટલા પ્રહાર કરવાની જરૂર નથી. કોર્ટ પોતાની મર્યાદાઓને સારી રીતે સમજે છે પરંતુ એવું કહેવું કે કોર્ટ પાસે આ મામલે કોઈ સત્તા જ નથી તે સ્વીકારવું મુશ્કેલ છે
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું કે ધાર્મિક પ્રથાઓ સંપૂર્ણપણે ન્યાયિક સમીક્ષાની બહાર છે એવું માનવું મુશ્કેલ છે. કોર્ટ પોતાની મર્યાદાઓને સારી રીતે સમજે છે પરંતુ એવું કહેવું કે કોર્ટ પાસે આ મામલે કોઈ સત્તા જ નથી તે સ્વીકારવું મુશ્કેલ છે. તેમણે પ્રશ્ન કર્યો કે સામાજિક સુધારાના નામે કાયદા દ્વારા પ્રતિબંધિત પ્રથાઓની માન્યતા કોણ તપાસશે. આ ટિપ્પણી વરિષ્ઠ વકીલ જે સાઈ દીપકની દલીલના જવાબમાં આવી હતી. વકીલે દલીલ કરી હતી કે રાજ્યના કાયદા દ્વારા પહેલેથી અસ્તિત્વમાં રહેલી ધાર્મિક પ્રથાને કોડિફાઈ કરવાથી તે આપમેળે ન્યાયિક સમીક્ષાને પાત્ર બનતી નથી.
કોર્ટે સંકેત આપ્યો કે આ મામલો બંધારણની કલમ-25 એક અને બેના આધારે નક્કી થશે જે ધાર્મિક સ્વતંત્રતા અને રાજ્યના હસ્તક્ષેપ વચ્ચે સંતુલન સાધે છે. સબરીમાલા કેસની સુનાવણી વર્તમાનમાં નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ ચાલી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા સંવેદનશીલ મુદ્દાઓનો નિર્ણય કેસના તથ્યો અને સંજોગોને આધારે લેવામાં આવશે.












