મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:ANDARNI VAAT/પીએમ મોદીની જાહેર પરિવહનના ઉપયોગની અપીલ બાદ ગુજરાત એસટીને ફાયદો

અમેરિકા-ઇરાન યુદ્ધ વખતે પીએમ મોદીએ ઇંઘણ બચાવવા માટે અપીલ કરી હતી. આ અ

અમેરિકા-ઇરાન યુદ્ધ વખતે પીએમ મોદીએ ઇંઘણ બચાવવા માટે અપીલ કરી હતી. આ અપીલના ભાગ રૂપે પીએમએ લોકો જાહેર પરિવહનમાં મુસાફરી કે પ્રવાસ કરવાની આપીલ કરી હતી. પીએમ મોદીની અપીલને ગુજરાતના લોકોએ ગંભીરતાથી લીધી હોવાનું જેવું જણાઇ આવ્યું છે. ગુજરાત એસટીની છેલ્લા બે મહિનાના આંકડા કહે છે કે ગુજરાતમાં એસટીના મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. બે મહિનામાં સાડા નવ લાખ પ્રવાસી વધ્યા છે. ગુજરાતભરમાં દરોજ 19 હજાર પ્રવાસીઓનો વધારો નોંધાયો છે. પ્રવાસીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને એસટી દ્રારા વધારાની 19200 ટ્રીપ લગાવવામાં આવી હતી. આ ટ્રીપથી એસટીની આવકમાં અંદાજે ચારથી પાંચ કરોડનો વધારો નોંધાયો હતો. એસટી વિભાગનું માનવું છે કે પીએમ મોદીની અપીલ બાદ ગુજરાતના લોકોમાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. છેલ્લા બે મહિનામાં એસટી દ્રારા 300 બસ વધારવામાં આવી છે. આ વાતની સાબિતી છે કે મુસાફરો વધ્યા છે. સામાન્ય રીતે મોટા શહેર અમદાવાદ સુરત રાજકોટ વડોદરામાં મુસાફરોની સંખ્યા વધી છે. યાત્રાધામ જેવા કે સોમનાથ દ્વારકા અંબાજી પાવાગઢ શામળાજી વગેરે સ્થળ પર પ્રવાસી વધ્યા છે. મે અને જૂનમાં વેકેશન હોવાથી યાત્રાધામમા પ્રવાસીની સંખ્યા વધારે હોય તે સ્વાભાવિક છે. નોંધપાત્ર વાત છે કે પ્રવાસન સ્થળે જવા માટે લોકોએ પોતાના વાહન કરતા જાહેર પરિવહનનો ઉપયોગ વધારે કર્યો છે. ગુજરાત એસટીમાં દરોજ 27 લાખ લોકો મુસાફરી કરે છે. દરોજની આવક 12 કરોડ રૂપિયા છે. ગુજરાત એસટીમાં 8 હજાર બસ દરોજ દોડે છે. 33 હજારથી વધારે દરોજની ટ્રીપ છે. આ રીતે ગુજરાત એસટી પરિવહનમાં રાજ્યની કરોડરજજુ છે. જો એસટીમાં પરિવહન વધે તો ઇંઘણનો મોટો ફાયદો થાય તેમ છે. એસટીના અધિકારી કહે છે કે પીએમની અપીલ બાદ એસટીમાં મુસાફરોની સંખ્યા વધી છે. આ સાથે એસટી વિભાગે પણ અનેક નવા રૂટ વધાર્યા છે. કેટલીક જગ્યાએ સુપર એક્સપ્રેસ બસ પણ શરુ કરવામાં આવી છે. અમેરિકા-ઇરાન યુદ્ધમાં કટોકટી વખતે પીએમ મોદીએ જાહેર પરિવહન પર ભાર હવે રંગ લાવી રહ્યો છે.

- બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો