મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: અમિત શાહનો 'મિશન બંગાળ' રોડમેપ! મહિલાઓને 3000 અને બેરોજગારોને ભથ્થું, શું મમતાનો ગઢ તૂટશે?

VIDEO: પશ્ચિમ બંગાળ વ

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલાં રાજકીય યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ભાજપે સોનાર બાંગ્લા થીમ આધારિત સંકલ્પ પત્ર જાહેર કર્યું. ત્યારે તૃણમૂલ કોંગ્રેસે તેને જુમલા અમે તૂટેલા વચનોની રિસાયકલ સૂચિ ગણાવી છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘોષણા પત્રને બંગાળને નિરાશાથી વિકાસ તરફ લઈ જવાનો રોડમેપ ગણાવ્યો. મેનિફેસ્ટોમાં 15 મુખ્ય વચનો છે. તેમાં પાંચ વર્ષમાં એક કરોડ નોકરીઓ, બેરોજગાર યુવાનોને 10 હજાર રૂપિયાની સહાયમહિલાઓને મહિને 3 હજાર રૂપિયા ૩૩ ટકા અનામતડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ નીતિ UCC અમલ૭માં પગાર પંચનો અમલ અને કૃષિ-ઔદ્યોગિક વિકાસનો સમાવેશ છે. શાહે TMCના 15 વર્ષના શાસનને કાયદો-વ્યવસ્થાના ભંગ તરીકે ટીકા કરી. TMCનેતા અભિષેક બેનર્જીએ આને જુમલા અને તૂટેલા

વચનોની રિસાયકલ સૂચિ કહીને આકરી ટીકા કરી. તેમણે UCCને બંગાળની વિવિધતા પર હુમલો ગણાવ્યો અને કહ્યું કે 4 મેના રોજ લોકો મતોથી જવાબ આપશે.

આ સમાચાર શેર કરો