મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વધુ એક કેનાલમાં ભંગાણના આકાશી દ્રશ્યો

સુરત જિલ્લાના ઉશ્કેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં મળસ્કે ત્રણ વાગ્યે અચ

સુરત જિલ્લાના ઉશ્કેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં મળસ્કે ત્રણ વાગ્યે અચાનક ગાબડું પડ્યું હતું. પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી પાણીનો પ્રવાહ બંધ કરવા જણાવ્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા. કેનાલનું પાણી તોગાપુર ગામમાં પણ પ્રવેશ્યું હતું. ચાર-પાંચ ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ચોમાસાની યાદ તાજી થઈ હતી.

કાકરાપારથી લઇને માંડવી, ઓલપાડ  અને હાંસોટ તાલુકાના ગામોને જોડતી કાકરાપાર જમણા  કાઠા મુખ્ય નેહરમાં ભંગાણ થયું. નહેરનું પાણી બે-ત્રણ દિવસ પહેલાં જ નવા રોટેશનમાં શરૂ થયું હતું. અને મોટી માત્રામાં પાણી વહી રહ્યું હતું. ખેડૂતોએ તાત્કાલિક સિંચાઈ વિભાગને જાણ કરી. જેથી સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયાં હતાં. સિંચાઈ વિભાગના અધિકારીઓએ પરિસ્થિતિ જોતાં નહેરમાં તાત્કાલીક પાણી ઓછું કરવા તજવીજ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો