મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: માલદા હિંસામાં એક્શન મોડ: NIAએ તપાસ સંભાળી, મુખ્ય આરોપી એરપોર્ટ પરથી ઝડપાયો

પશ્ચિમ બંગાળના માલદામાં અધિકારીઓને બંધક બનાવવાના કેસમાં

પશ્ચિમ બંગાળના માલદામાં અધિકારીઓને બંધક બનાવવાના કેસમાંકડક કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ દ્વારા કુલ 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેસન એજન્સીને માલદા હિંસાની તપાસ સોપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના માલદામાં SIR મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન અધિકારીઓને બંધક બનાવવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને ઓવૈસીની પાર્ટીના પૂર્વ ઉમેદવાર મોફક્કરુલ ઈસ્લામ સહિત 35 લોકોની ધરપકડ કરી છે. કલકત્તા હાઈકોર્ટના વકીલ મોફક્કરુલ પર ભડકાઉ ભાષણ આપી ભીડને ઉશ્કેરવાનો આરોપ છે, જેણે બાગડોગરા એરપોર્ટથી બેંગલુરુ ભાગતા પહેલા ઝડપી લેવાયો હતો. આ ઉશ્કેરાયેલી ભીડે કલિયાચક BDO ઓફિસને ઘેરી લેતા 7 અધિકારીઓ 9 કલાક સુધી બંધક રહ્યા હતા, જેમને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોડી રાત્રે સુરક્ષિત બહાર કઢાયા હતા.

આ ગંભીર ઘટનાની તપાસ હવે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ ચૂંટણી પંચે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી છે, જેની ટીમે માલદા પહોંચી તપાસ શરૂ કરી દીધી છે....ભારે સુરક્ષા વચ્ચે રાષ્ટ્રીય તપાસ સંસ્થાની ટુકડી મોથાબારીના બ્લોક વિકાસ અધિકારીની કચેરીએ પહોંચી છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અધિકારીઓ વિગતો મેળવી રહ્યા છે અને હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

આ સમાચાર શેર કરો