VIDEO: તમિલનાડુમાં આસ્થાનું ઘોડાપૂર! પંગુની ઉત્સવ નિમિત્તે માયિલાદુથુરાઈમાં નીકળી ભવ્ય રથયાત્રા, હજારો શ્રદ્ધાળુઓ જોડાયા
તમિ
તમિલનાડુના માયિલાદુથુરાઈમાં પંગુની ઉત્સવની ભવ્ય ઉજવણી! શ્રી નલ્લાનાયકી અમ્મન અને શ્રી પોરૈયાન મંદિરમાં વિશાળ રથયાત્રા નીકળી, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિભાવે રથ ખેંચીને આસ્થા પ્રગટ કરી
તમિલનાડુના માયિલાદુથુરાઈમાં પંગુની ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પરંપરાગત તહેવારના ભાગરૂપે શ્રી નલ્લાનાયકી અમ્મન અને શ્રી પોરૈયાન મંદિરમાં વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાનના રથને અત્યંત સુંદર રીતે ફૂલો અને શણગારથી સજાવવામાં આવ્યો હતો. રથયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ પોતાની આસ્થા અને ભક્તિના પ્રતીક સ્વરૂપે રથને ખેંચ્યો અને ભજન-કીર્તનના ગુણગાન સાથે માહોલને વધુ ભક્તિમય બનાવ્યો.આ ઉત્સવ દરમિયાન સમગ્ર વિસ્તારમાં હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો.
સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર સમિતિએ સુરક્ષા અને વ્યવસ્થાની પૂરતી તકેદારી રાખી હતી. પંગુની ઉત્સવ તમિલનાડુની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું પ્રતીક છે. આવા મહોત્સવો લોકોને એકત્ર કરીને સામાજિક સૌહાર્દ અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. શ્રદ્ધાળુઓએ આ પ્રસંગે ભગવાન પાસે સુખસમૃદ્ધિ અને સાર્વભૌમિક કલ્યાણની પ્રાર્થના કરી હતી.












