મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહિલાને પ્રસવ પીડા ચાલુ થતા સર્જાયો ફિલ્મી સીન, બસ ડ્રાયવરની સમજદારી સૌએ વખાણી

કેરલના ત્રિશૂરમાં અમલા હોસ્પિટલના દરવાજે એક ફિલ્મ સીન સર્જાયો હતો. KSRTCની બસમાં મુસાફરી કરી રહ

કેરલના ત્રિશૂરમાં અમલા હોસ્પિટલના દરવાજે એક ફિલ્મ સીન સર્જાયો હતો. KSRTCની બસમાં મુસાફરી કરી રહેલ 37 વર્ષીય મહિલાને પ્રસવ પીડા ચાલુ થઇ હતી ત્યારે ડ્રાયવરે બસને તરત જ નજીકની હોસ્પિટલના દરવાજે લઇ ગયો હતો. ડિલિવરી લગભગ બસમાં જ થઇ જતા સમય બગાડ્યા વિના હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફે તરત જ બસમાં જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. ડ્રાયવરની સમજદારી અને હોસ્પિટલની ત્વરિત કામગીરીના કારણે માતા અને બાળક બન્નેને સફળતાપૂર્વક સારવાર આપી બચાવી લેવાયા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર શેર કરો