મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભુસ્ખલનથી 7 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનથી વ્યાપક વિનાશ સર્

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનથી વ્યાપક વિનાશ સર્જાયો છે. લોરાન-ડુમિલાન સરહદી વિસ્તારમાં એક ઘર ભૂસ્ખલનથી ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. બચાવ કામગીરીમાં જોડાયેલી પોલીસ, SDRF અને સ્થાનિક ટીમોએ ભારે પ્રયાસો બાદ સાતેય મૃતદેહોને કાઢી લીધા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. સુરનકોટમાં સુરણ નદીમાં પાણી વધતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. SDRF, પોલીસ અને સ્નિફર ડોગ્સની મદદથી ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

આ સમાચાર શેર કરો