Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The gates of Salal Dam in Jammu and Kashmir were opened as the water level of Chenab River increased

VIDEO: ચેનાબ નદીની જળસપાટી વધતા જમ્મુ-કાશ્મીરના સલાલ ડેમના દરવાજા ખોલાયા

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ચેનાબ નદીની જળસપાટીમાં ચિંતાજનક વધારો થયો છે. નદીમાં પાણીનો પ્રવાહ સતત વધતા સલાલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમના સ્પીલવે ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી વધારાનું પાણી છોડાવાના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદીના કિનારે પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. સુરક્ષાના પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ લોકોને, વાહનોને અને પશુઓને નદી કિનારાથી દૂર રહેવાની તેમજ સાવચેતી રાખવાની કડક અપીલ કરી છે જેથી કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.

App Store