VIDEO: જમ્મુ-કાશ્મીરના સલાલ ડેમના અનેક દરવાજા ખોલાયા!
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ચિનાબ નદીમાં પાણીની આવકમાં જોરદા

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ચિનાબ નદીમાં પાણીની આવકમાં જોરદાર ઉછાળો આવ્યો હતો . નદીના જળસ્તરમાં સતત વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા સલાલ ડેમના અનેક દરવાજા ખોલીને પાણી છોડવાની ફરજ પડી હતી . ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાવાને કારણે નીચાણવાળા અને સરહદી વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું હતું , જેને પગલે આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને નદી કિનારે ન જવાની કડક ચેતવણી જારી કરવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ સક્રિય કરી દેવાયું હતું




