Victory Parade: BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનું આપ્યું ઇનામ, રોહિતે હાર્દિકના કર્યા વખાણ
શનિવારે T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી આજે એટલે કે ગુરૂવારે ટીમ ઈન્ડિયા પરત આવી હતી. જે બાદ મુંબઈના નરીમાન પો

શનિવારે T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી આજે એટલે કે ગુરૂવારે ટીમ ઈન્ડિયા પરત આવી હતી. જે બાદ મુંબઈના નરીમાન પોઈન્ટથી ઓપન રૂફ બસમાં વિક્ટ્રી પરેડ કરીને વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં ખેલાડીઓ ઢોલ-નગારા સાથે ડાન્સ કર્યો હતો. આ સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાએ 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.
રોહિત શર્મા - આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે
વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ કહ્યું કે, આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. મુંબઈ ક્યારેય નિરાશ કરતું નથી. અમારું અદ્ભુત સ્વાગત થયું. રોહિતે હાર્દિક પંડ્યાની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન ઉત્સાહી ભીડે હાર્દિક.. હાર્દિકના નારા લગાવ્યા. હાર્દિકે ભાવુક થઈને ઉભા થઈને ચાહકોનું અભિવાદન કર્યું હતું.
બીસીસીઆઈએ મરીન ડ્રાઈવની શેર કરી તસ્વીર
મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે.બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદની એક તસ્વીર પણ શેર કરી છે.
હાર્દિક પંડ્યા હાથમાં ટ્રોફી લઈને બહાર આવ્યો
મુંબઈ એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. હાર્દિક પંડ્યા હાથમાં ટ્રોફી લઈને બહાર આવ્યો.
નાસભાગના ડરથી CMએ પોલીસ કમિશનરને સુરક્ષા વધારવા કહ્યું
વિકટ્રી પરેડને લઈને મોડી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે નાસભાગની શક્યતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે વાત કરી છે. નાસભાગના ડરથી સીએમએ પોલીસ કમિશનરને સુરક્ષા વધારવા કહ્યું છે. ભીડને કાબૂમાં રાખવા માટે કડક સૂચના આપી છે.
વિમાનને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી
ટીમ ઈન્ડિયાનું પ્લેન એરપોર્ટ પર પહોંચતા જ તેમના વિમાનને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી. વોટર કેનનનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
મુંબઇમાં વિકટ્રી પરેડ વચ્ચે વરસી રહ્યો છે વરસાદ
ભારતીય ટીમની જીત પર જાણે કુદરત પણ ઝૂમી રહી છે. ભારતીય ટીમના મુંબઇ પહોંચ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો છે, છતાં મરીન ડ્રાઇવ પર હજારો લોકોનો જમાવડો થયો છે અને સૌ ભારતીય ટીમની વિક્ટ્રી પરેડ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે
વિકટ્રી પરેડને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત
ભારતીય ટીમની વિક્ટ્રી પરેડને લઈને મુંબઈમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1 કિલોમીટરની પરેડ દરમિયાન વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પરેડના પગેલ 7 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર ખુદ સુરક્ષા પર નજર રાખી રહ્યા છે. 2 ડીસીપી મેદાનમાં રહેશે.
વર્લ્ડ ચેમ્પિયન ટીમને મળ્યા હતા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી-20 વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન ટીમ સાથે મુલાકાત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન ખેલાડીઓ PM મોદીને વડાપ્રધાન આવાસ, 7 લોક કલ્યાણ માર્ગમાં મળ્યા હતા.
ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો
T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની છે. 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો.








