મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચૂંટણી: ભાજપના ઉમેદવારોએ વિજયી મુહૂર્તમાં ફોર્મ ભર્યા

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચનાને

તસવીર: gstv

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શિક્ષણ સમિતિની કુલ ૧૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થતાં જ પાલિકા કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી. પ્રદેશ ભાજપ દ્વારા શિક્ષણ સમિતિના ૧૪ સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેની સત્તાવાર જાહેરાત શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ કરી હતી. ભાજપ દ્વારા પસંદ કરાયેલા ૧૨ પ્રમુખ ઉમેદવારોમાં કૌશિક પ્રજાપતિ, વીણાબેન ચૌધરી, દીપાબેન શાહ, નીરવ પટેલ, ધવલ શાહ, આરતીબેન જયસ્વાલ, સોહીલ ગોડિયા, સાલવ મજમુદાર, અજય ગવરા, કોમલબેન કુકરેજા, ચિરાગ યાદવ અને પંકજ રાણાનો સમાવેશ થાય છે. ભાજપના તમામ ઉમેદવારોએ ઉત્સાહભેર વિજયી મુહૂર્તમાં પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.

આ સમાચાર શેર કરો