મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / વડોદરાઃ જાંબુવા બ્રિજ નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં લાગી ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી

વડોદરાના નેશનલ હાઈવે 48 પર મોડી રાત્રે આગની ભયાનક ઘટના સામે આવી છે. જાંબુવા બ્રિજ ન

વડોદરાના નેશનલ હાઈવે 48 પર મોડી રાત્રે આગની ભયાનક ઘટના સામે આવી છે. જાંબુવા બ્રિજ નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ભરબજારમાં બર્નિંગ ટેન્કર જોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી સળગતા ટેન્કરને રોડની એક તરફ પાર્ક કરી દેતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ સમાચાર શેર કરો