VIDEO: વડોદરા: પત્ની પર એસિડ એટેક કરનાર પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા ફટકારાઈ
વડોદરાના રાવપુરા વિસ્તારના શિયાપુરા મહોલ્લામાં ઓક્ટોબર ૨૦૨૫માં દિવાળી દરમિયાન કૌટું

વડોદરાના રાવપુરા વિસ્તારના શિયાપુરા મહોલ્લામાં ઓક્ટોબર ૨૦૨૫માં દિવાળી દરમિયાન કૌટુંબિક ઝઘડામાં ઇનાયત નામના શખ્સે પોતાની પત્ની પર એસિડ ફેંક્યું હતું. આ ગંભીર કેસમાં મહિલા પોલીસે માત્ર ૧ મહિના અને ૨૬ દિવસમાં જ મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી હતી. ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટે ઝડપી સુનાવણી હાથ ધરીને માત્ર ૮ મહિનાની અંદર ૨૯ જૂન ૨૦૨૬ના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે દોષિત પતિને આજીવન કારાવાસની સજા અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જે દંડની રકમ પીડિત મહિલાને વળતર તરીકે આપવામાં આવશે.




