મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ઉજબેકિસ્તાનના ખેલાડીએ ભારતની દીકરી સાથે ન મિલાવ્યો હાથ, વિવાદ થતા આપ્યો આવો જવાબ

હાલમાં ચાલી રહેલી ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટમાં એક વિવાદ ઊભો થયો હતો. ભારતની દીકરી આર. વૈશાલીને ગ્રાન્ડમાસ્

હાલમાં ચાલી રહેલી ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટમાં એક વિવાદ ઊભો થયો હતો. ભારતની દીકરી આર. વૈશાલીને ગ્રાન્ડમાસ્ટર નોડીરબેક યાકુબોબવે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જ્યારે આ અંગે વિવાદ ઊભો થયો ત્યારે તેણે ધર્મનો સહારો લઈને પોતાનો બચાવ કર્યો હતો.

આ પણ વાંચો: મોહમ્મદ સિરાજ અને આશા ભોંસલેની પૌત્રી વચ્ચે શું સંબંધ છે? ફાસ્ટ બોલરે પોતે કર્યો ખુલાસો

નોડીરબેક યાકુબોબવે શું કહ્યું?

ઉજબેકિસ્તાનના ગ્રાન્ડમાસ્ટર નોડીરબેક યાકુબોબવે આ વિવાદ બાદ માફી માંગતા જણાવ્યું હતું કે, 'મારો કોઈ અનાદર કરવાનો ઇરાદો હતો ન હતો. મેં ધાર્મિક કારણોને લીધે આવું કર્યું હતું.' ચોથા રાઉન્ડની સ્પર્ધાની શરૂઆત પહેલાં વૈશાલીએ યાકુબોબવે સાથે હાથ મિલાવવાની કોશિશ કરી હતી પરંતુ યાકુબોબવ કંઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર જ બેસી ગયો હતો. આ જોઈને વૈશાલી થોડી અસહજ દેખાઈ રહી હતી. 

ધાર્મિક કારણોને લીધે હું અન્ય મહિલાઓને અડતો નથી: યાકુબોબવે

આ સમગ્ર વિવાદ પર યાકુબોબવે પ્રતિક્રિયા આપતાં પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'વૈશાલી અને તેના નાના ભાઈ આર. પ્રજ્ઞાનંદા માટે મારા મનમાં ખૂબ સન્માન છે. મહિલાઓ અને ભારતીય ચેસ ખેલાડીઓ પ્રતિ પૂરા સન્માન સાથે કહેવા માંગું છું કે, હું ધાર્મિક કારણોને લીધે અન્ય મહિલાઓને અડતો નથી. જો કોઈ મારા આ વ્યવહારથી નારાજ થયું છે તો હું તેમની માફી માંગું છું. મારી પાસે આ અંગે સ્પષ્ટતા છે. પહેલું- ચેસ હરામ નથી. બીજું, મેં અગાઉ (દિવ્યા સાથે હાથ મિલાવવા) જે કર્યું તે મારા માટે સારું ન હતું. ત્રીજું, હું એ જ કરું છું કે જે મારે કરવું હોય. હું મારાથી વિપરીત જેન્ડર સાથે હાથ ન મિલાવવા અને મહિલાઓને બુરખો અને હિજાબ પહેરવા પર ભાર નથી મૂકતો. આ તેમનું કામ છે કે તેમણે શું કરવું છે.' અહીં તમને જણાવી દઈએ કે યાકુબોબવ મુસ્લિમ છે. જોકે, તે અગાઉ પણ અન્ય મહિલા ખેલાડીઓ સાથે હાથ મિલાવી ચૂક્યો છે.   

અગાઉ અન્ય મહિલા ખિલાડી સાથે હાથ મિલાવી ચૂક્યો છે યાકુબોબવ 

યાકુબોબવે રોમાનિયાની ઈરિના બુલમાગા સામેના 8મા રાઉન્ડની રમતમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે તેણે ઈરિનાને તેની ધાર્મિક માન્યતાઓ વિશે અગાઉથી જાણ કરી હતી. જેને લઈને યાકુબોબવે કહ્યું હતું કે, 'મેં ઈરિના બુલમાગાને આ અંગે જણાવ્યું હતું. જે મારી સાથે આ અંગે સહમત થઈ ગઈ હતી. પરંતુ જયારે હું હોલમાં પહોંચ્યો તો આયોજકોએ મને કહ્યું હતું કે, મારે ઓછામાં ઓછું વૈશાલીને 'નમસ્તે' કહેવું જોઈએ. દિવ્યા અને વૈશાલી સાથે રમતાં પહેલાં હું તેમને આ અંગે જણાવી નહતો શક્યો અને એક અજીબ સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું.'  

જડબાતોડ જવાબ આપતાં વૈશાલીએ યાકુબોબવને સ્પર્ધામાં હરાવી દીધો   

સોશિયલ મીડિયા પર લોકો હવે સવાલો કરી રહ્યા છે કે શું રમતગમતમાં પણ આવું વર્તન યોગ્ય છે. કેટલાક લોકોએ તેના જુનવાણી વિચારો પર સવાલો ઊભા કર્યા છે અને તેના પર કટ્ટર અને સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવભર્યું વર્તન કરવાનો આરોપ મૂક્યો હતો. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે વૈશાલીએ વર્ષ 2019માં ગ્રાન્ડમાસ્ટર બનેલા 23 વર્ષીય યાકુબોબવને આ સ્પર્ધામાં હરાવી દીધો હતો અને 8 રાઉન્ડ પછી વૈશાલી પાસે ચાર પોઈન્ટ છે અને હજુ પાંચ રાઉન્ડ બાકી છે.

આ સમાચાર શેર કરો