મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેશોદ અને પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘર

તસવીર: gstv

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પીપળી અને બામણાસા સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. મુસળધાર વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ખેતરોમાં પાણી વહેતા થવાથી સુકાઈ રહેલા ચોમાસુ પાકને નવું જીવતદાન મળ્યું છે. લાંબા સમયની આતુરતા બાદ પડેલો આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થતાં પંથકના ખેડૂતોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે અને તેમનામાં ખુશીની લહેર ફરી વળી છે.

આ સમાચાર શેર કરો