મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અજમેરમાં ઈ-રિક્ષા ચાલકોનો અનોખો વિરોધ

રાજસ્થાનના અજમેર શહેરમાં ઈ-રિક્ષા ચાલકોએ યોગ્ય રૂટ અને ચોક્કસ સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેર

તસવીર: gstv

રાજસ્થાનના અજમેર શહેરમાં ઈ-રિક્ષા ચાલકોએ યોગ્ય રૂટ અને ચોક્કસ સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રાફિક વ્યવસ્થાના નામે વહીવટી તંત્ર દ્વારા થતી કનડગત અને દંડની વસૂલાતથી કંટાળેલા સેંકડો ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનના અનોખા ભાગરૂપે, આક્રોશિત ચાલકોએ સામૂહિક રીતે પોતાના વાહનોની ચાવીઓ જિલ્લા કલેક્ટરને સોંપી દીધી હતી અને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ રોજગાર બંધ રાખશે. ચાલકોના જણાવ્યા મુજબ, સ્ટેન્ડ ન હોવાને કારણે તેમને મુસાફરો બેસાડવામાં ભારે મુશ્કેલી પડે છે અને પોલીસ વગર કારણે દંડ ફટકારે છે. આ આંદોલનને કારણે સ્થાનિક વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી અને તંત્ર સમક્ષ તાકીદે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા દબાણ વધ્યું છે.

આ સમાચાર શેર કરો