VIDEO: તેલાવ-શેલામાં જળબંબાકાર વચ્ચે UGVCLના વીજવીરોએ જીવના જોખમે નિભાવી ફરજ
અમદાવાદમાં ધોધમાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે UGVCLના કર્મચારીઓએ ઉત્કૃષ્ટ ફરજ ન

અમદાવાદમાં ધોધમાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે UGVCLના કર્મચારીઓએ ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેલાવ અને શેલા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, છતાં વીજ વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે કમર સુધીના પાણીમાં ઊભા રહીને કામગીરી કરી છે.ભારે વરસાદ અને અનેક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ સતત વીજ પુરવઠો જાળવી રાખવા માટે આ કર્મચારીઓ દિનરાત મહેનત કરી રહ્યા છે. તેમની આ સનિષ્ઠ અને સમર્પિત કામગીરીને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાવર સપ્લાય કાર્યરત રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિમાં કર્મચારીઓની આ નિષ્ઠા જોઈને સ્થાનિક લોકો દ્વારા પણ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.




