VIDEO: અમદાવાદમાં 25 હજારની લાંચ લેતાં બે રાજ્ય વેરા અધિકારી પકડાયા, બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માગ્યા હતા પૈસા
અમદાવાદના લાલ દરવાજા સ્થિત સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં ACBએ સફળ ટ્રેપ કરી રૂ.

અમદાવાદના લાલ દરવાજા સ્થિત સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં ACBએ સફળ ટ્રેપ કરી રૂ.25 હજારની લાંચ લેતા બે સરકારી અધિકારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. સ્ટેટ ટેક્સ ઓફિસર વર્ગ-2 કમલેશકુમાર ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 મોહમંદ અઝીઝ મન્સુરી ACBની જાળમાં સપડાયા છે. GST રિટર્ન ન ભરાતા ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે બંનેએ લાંચ માંગી હોવાનો આરોપ છે. રૂ.25 હજારની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે બંને અધિકારીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા. સમગ્ર મામલે ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.




