Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Justice to Naranpura minor victim, 20 years rigorous imprisonment to accused

નારણપુરા સગીર પીડિતાને ન્યાય, આરોપીને 20 વર્ષની કઠોર કેદ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
નારણપુરા સગીર પીડિતાને ન્યાય, આરોપીને 20 વર્ષની કઠોર કેદ
સોર્સ : Dhaval Barot

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટનો કડક ચુકાદો આવ્યો છે. વર્ષ 2024માં નોંધાયેલા પોક્સો કેસમાં આરોપી પિયુષ અરવિંદભાઈ જેઠવાને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે. મદદનીશ સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરની દલીલને ગ્રાહ્ય રાખી આરોપીને IPCની કલમ 376(3) હેઠળ 20 વર્ષની કઠોર કેદ અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે IPCની કલમ 376(2)(N) હેઠળ 10 વર્ષની કઠોર કેદ અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત POCSO એક્ટની કલમ 4, 5(1) અને 6 હેઠળ પણ આરોપીને દોષિત ઠેરવાયો છે.

App Store

 

કોર્ટ દ્વારા સગીર પીડિતાને થયેલા માનસિક આઘાત અને પુનર્વસનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 4 લાખ રૂપિયાનું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. વળતરની 80 ટકા રકમ ત્રણ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટમાં જમા કરાશે, જ્યારે બાકીની 20 ટકા રકમ પીડિતા અને તેના માતા-પિતાના સંયુક્ત ખાતામાં જમા કરાવવાનો આદેશ થયો છે. પોક્સો કેસમાં આવેલા આ ચુકાદાને સગીર પીડિતાને ન્યાય અપાવતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.