મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં નંબર પ્લેટ વગર કારમાં ઈંધણ પૂરતાં પેટ્રોલ પંપ કર્મચારી સહિત બે પકડાયા

રાજકોટમાં ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં&rsq

તસવીર: gstv

રાજકોટમાં ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના જાહેરનામાનો ભંગ કરવાના મામલે ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી છે. ઢેબર રોડ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગરની કારમાં ઈંધણ પૂરવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ અને કાર ચાલક જયભાણ ગઢવી વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. BNSSની કલમ 223 મુજબ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો