VIDEO: પીપળલગ ગામે નાહવા પડેલા બે માસૂમ ભાઈઓના તળાવમાં ડૂબવાથી નીપજ્યા કરૂણ મોત
અમરેલીના પીપળલગ ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ગામના તળાવમાં નાહવા પડેલા બે સગા

અમરેલીના પીપળલગ ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ગામના તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ગઈકાલે બનેલી આ ઘટના અંગે અમરેલી ફાયર વિભાગને મોડી રાત્રે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઇટરોની ટીમે તાબડતોબ સ્થળ પર પહોંચી મોડી રાત્રે જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર ટીમે ભારે જહમત બાદ 12 વર્ષીય સંજય કાળુભાઇ ભાસ્કર અને 10 વર્ષીય પ્રિન્સ કાળુભાઇ ભાસ્કર નામના બંને માસૂમ બાળકોના શબ બહાર કાઢ્યા હતા. એકસાથે બે-બે કાળજાના ટુકડા ગુમાવતા જ મૃતક બાળકોના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.




