VIDEO: સુરત જિલ્લામાં બેના મોત, 192 રસ્તાઓ બંધ
સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વચ્ચે ૨૪ કલાકમાં સરેરાશ ૬.૮૭ ઇંચ વરસાદ નોંધાયો....ઉમરપાડામાં સૌથી વ

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વચ્ચે ૨૪ કલાકમાં સરેરાશ ૬.૮૭ ઇંચ વરસાદ નોંધાયો....ઉમરપાડામાં સૌથી વધુ 20.67 ઈંચ વરસાદ નોંધાયો.કેવડી અને લાકી ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જ્યારે સુરત શહેરની ભેદવાડ-સીમાડા ખાડી અને કોઝવે ભયજનક સપાટી પર વહી રહ્યા છે. ગ્રામ્ય અને કોર્પોરેશન વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. આ સિવાય વીજ કરંટ લાગતા અને નદીમાં તણાઈ જતા 2 લોકોના મોત પણ થયા છે, ભારે વરસાદને કારણે જિલ્લામાં 192 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.




