મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુજરાત ATSના ભીવંડીમાં દરોડા, 800 કરોડના ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓને દબોચ્યા

મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ભીવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ છે. ૮૦૦ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથ

મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ભીવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ છે. ૮૦૦ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુળ મુંબઈના ડુંગરી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ પકડાયાં છે. નવ મહીનાથી ભીવંડીમાં ફ્લેટ ભાડે રાખીને ડ્રગ્સનું ઉત્પાદન કરતાં બન્ને ભાઈઓનું દુબઈ કનેક્શન હોવાની મજબૂત આશંકા છે.

સુરતના પલાસાણા ખાતે પણ ડ્રગ્સ ફેક્ટરી પકડી

ગુજરાત એટીએસ દ્વારા સુરતના પલાસાણા ખાતે ડ્રગ્સ ફેક્ટરી પકડી હતી તેની તપાસમાં મળેલી વિગતોના આધારે મુંબઈ નજીક દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ છે. ડ્રગ્સની ઈન્ટરનેશનલ કાર્ટેલ અંગે તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો