VIDEO: ઈરાનના યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર ટ્રમ્પે વ્યક્ત કરી શંકા, મિસાઈલ નિર્માણ ક્ષમતા સમાપ્ત કરવાની ધમકી આપી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર કડક શબ્દોમાં સૈન્ય હુમલાની ધમકી આપીને આંતરરાષ્ટ્રી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર કડક શબ્દોમાં સૈન્ય હુમલાની ધમકી આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેહરાન દ્વારા કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં આવશે, તો અમેરિકા તેના પર ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે. ઈરાન દ્વારા શાંતિ સ્થાપવા અને યુદ્ધ વિરામ માટે તાજેતરમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, તેની ટ્રમ્પ હાલ સમીક્ષા કરી રહ્યા છે. જોકે, તેમણે આ પ્રસ્તાવની સફળતા અંગે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને નથી લાગતું કે આ પ્રસ્તાવ સ્વીકાર્ય હશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ઈરાને છેલ્લા 47 વર્ષોમાં માનવતા અને વિશ્વ સામે જે ગુનાઓ કર્યા છે, તેની તેમણે હજુ સુધી પૂરતી કિંમત ચૂકવી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ભલે ઈરાને સમજૂતીનો પ્રસ્તાવ મોકલ્યો હોય, પરંતુ તે યુદ્ધ સમાપ્ત કરવા માટે પૂરતો સાબિત થાય તેમ જણાતું નથી. આમ, ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આ પ્રસ્તાવની સમીક્ષા કરવાની સાથે જ ટ્રમ્પે ઈરાનની સૈન્ય શક્તિ અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ઈરાન પાસે જે બાકી રહેલી 15% મિસાઈલ નિર્માણ ક્ષમતા છે, તેને તેઓ સંપૂર્ણપણે સમાપ્ત કરવા માંગે છે.
ટ્રમ્પનું માનવું છે કે જો આ ક્ષમતા બાકી રહેશે તો ઈરાન ફરીથી પોતાની સૈન્ય શક્તિ વધારવાની શરૂઆત કરી શકે છે, જે અમેરિકા માટે અસ્વીકાર્ય છે. આમ, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સમજૂતી ઈરાનની હથિયાર બનાવવાની ક્ષમતાને જડમૂળથી નાબૂદ કરવાના પક્ષમાં જ હશે.




