VIDEO: તાપી જિલ્લાના ગામડાઓમાં મુશ્કેલી
તાપી જિલ્લામાં જામેલા અવિરત વરસાદી માહોલ વચ્ચે ગામડાઓના અનેક અંતરિયાળ માર્ગો હાલમાં બંધ હાલતમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીન

તાપી જિલ્લામાં જામેલા અવિરત વરસાદી માહોલ વચ્ચે ગામડાઓના અનેક અંતરિયાળ માર્ગો હાલમાં બંધ હાલતમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને વાલોડ તાલુકાના નાલોઠાથી કેળકુઇ તરફ જતા મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા છે. રસ્તા પર નદી જેવા વહેતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પંચાયત હસ્તકના અસંખ્ય નાના-મોટા રસ્તાઓ પણ પાણી ભરાવાને કારણે સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. ગ્રામીણ પંથકના નીચાણવાળા કોઝવે અને નાળાઓ પર પાણીનું ઓવરટોપિંગ થવાને કારણે આ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. માર્ગો બંધ થતાં અંતરિયાળ ગામડાઓનો સંપર્ક તાલુકા મથકોથી તૂટી ગયો છે અને લોકોના રોજિંદા જનજીવન પર તેની માઠી અસર પડી છે. માર્ગો પર સાવચેતીના બોર્ડ મૂકીને ગ્રામજનોને સુરક્ષિત અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.




