મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપી જિલ્લામાં વરસાદથી માર્ગો બંધ થતા મુશ્કેલી

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ગ્રામીણ વિ

તસવીર: gstv

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ અને વાહનવ્યવહાર પર ગંભીર અસર જોવા મળી છે. જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૨૮ જેટલા માર્ગો વરસાદી પાણી ભરાવાને કારણે હાલમાં બંધ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડોલવણ તાલુકાના પંચોલથી પાટી તરફ જતો મહત્વનો માર્ગ બંધ થઈ ગયો છે. આ માર્ગ પર આવેલો લો-લેવલ પુલ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોનો સંપર્ક તૂટી ગયો છે. પરિણામે, સ્થાનિક ગ્રામજનો અને નોકરી-ધંધાર્થે જતા લોકોને લાંબો ચકરાવો લઈને તાલુકા મથક સુધી પહોંચવાની ફરજ પડી રહી છે. સતત વરસાદને કારણે બંધ માર્ગોને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો