મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: છત્રપતિ સંભાજીનગરમાં કરૂણ દુર્ઘટના

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વાળુજ વિસ્તારમાં આવેલી ખવાડ્યા ટેકરી પરથી નીચે પતકાતાં એક જ પરિવારના ત્ર

તસવીર: gstv

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વાળુજ વિસ્તારમાં આવેલી ખવાડ્યા ટેકરી પરથી નીચે પતકાતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નીપજ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માહિતી મુજબ, પરિવારના સભ્યો ટેકરી પર ગયા હતા તે દરમિયાન અચાનક પગ લપસી જતાં અથવા અકસ્માતે સંતુલન ગુમાવતાં તેઓ ઊંડી ખાઈમાં ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. રાહત અને બચાવ કાર્ય હાથ ધરીને ભારે જહેમત બાદ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ અચાનક ઘટેલી દુર્ઘટનાને કારણે સમગ્ર વાળુજ વિસ્તારમાં શોકની કાળી દિબંગ છવાઈ ગઈ છે, જ્યારે પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો