VIDEO: દિલ્હીમાં વરસાદ બાદ નૌરોજી નગર પાસે ટ્રાફિક જામ
દિલ્હીમાં ભારે વરસાદ બાદ નૌરોજી નગર વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની હતી. વરસાદી પાણી ભરાવા અને વાહન

દિલ્હીમાં ભારે વરસાદ બાદ નૌરોજી નગર વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની હતી. વરસાદી પાણી ભરાવા અને વાહનોની વધતી સંખ્યાને કારણે રસ્તાઓ પર લાંબી કતારો લાગી ગઈ હતી. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં મોટી સંખ્યામાં વાહનો ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે ઓફિસ જતા લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યવહારને સામાન્ય બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.




