VIDEO: મારી દુકાન-ગોડાઉન બધુ ખતમ થઈ ગયું, કહી વેપારીઓ રડી પડ્યા
સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ત્રીજા દિવસે આગ યથાવત જોવા મળી હતી. 30 કલાકના અંતે આગની જ્વાળાઓ પર કાબૂ મેળવી શકા
સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ત્રીજા દિવસે આગ યથાવત જોવા મળી હતી. 30 કલાકના અંતે આગની જ્વાળાઓ પર કાબૂ મેળવી શકાયો હતો. જો કે, આ આગમાં વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠ્યું છે. ત્યારે વેપારીએ રડતાં રડતાં કહ્યું કે, કહ્યું કે, 'કાલ આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આ પછી અમે તંત્રને કહ્યું હતું કે, અમને અમારી દુકાનમાં બધુ ચેક કરવા દો, હિસાબ કરવા દો... પરંતુ તેમને કશું લેવા દીધુ ન હતું. જ્યારે સવારે હવે ફરીથી આગ લાગી છે અને રોકાવાનું નામ નથી રહી. હવે હું બરબાદ થઈ ગયો. મારી દુકાન-ગોડાઉન બધુ ખતમ થઈ ગયું. માર્કેટમાં કોઈ સેફ્ટી નથી. પાણીની અછત છે.'




