મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચૈત્યભૂમિ નજીક ચુસ્ત બંદોબસ્ત, પ્રદર્શનકારીઓની અટકાયત

મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ચૈત્યભૂમિ સ્મારક નજીક આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ

તસવીર: GSTV

 મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ચૈત્યભૂમિ સ્મારક નજીક આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે મુંબઈ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . નીટ  પરીક્ષામાં ગેરરીતિઓ મુદ્દે અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં કોકરોચ જનતા પાર્ટી  દ્વારા બોલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પગલે તણાવ વધવાની આશંકા વચ્ચે આ પગલું ભરવામાં આવ્યું હતું .કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના રોકવા માટે પોલીસે ચૈત્યભૂમિ અને તેની આસપાસના વિસ્તારોમાં બેરિકેડ્સ લગાવી દીધા હતા . આ દરમિયાન, પ્રતિબંધિત હુકમોનું ઉલ્લંઘન કરીને એકઠા થવાનો અને પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા સેંકડો પ્રદર્શનકારીઓને પોલીસે ઘટનાસ્થળેથી જ અટકાયતમાં કરી લીધી હતી . હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે

આ સમાચાર શેર કરો