VIDEO: ખંભાતના ખડઉ સીમમાં તળાવમાં ડૂબી એક જ પરિવારની ત્રણ બાળકીઓનાં મોત
આણંદના ખંભાતના ખડઉ સીમ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓ

આણંદના ખંભાતના ખડઉ સીમ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓનાં મોત થયા છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી ત્રણેય બાળકીઓ અકસ્માતે તળાવમાં પડી ગઈ હતી. પરિવારજનો અને સગાસંબંધીઓએ આશરે બે કલાક સુધી શોધખોળ કરી હતી. તળાવ કિનારે કાગળની હોડીઓ મળી આવતાં તળાવમાં શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન સ્થાનિક યુવકે તળાવમાં ઉતરી ત્રણેય બાળકીઓને બહાર કાઢી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાથી પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.




