VIDEO: હારીજમાં સરકારી દસ્તાવેજોમાં વિસ્તારના નામકરણ બદલાતા ભારે વિવાદ અને ચર્ચા
પાટણ જિલ્લાના વેપારી મથક હારીજનો 'ઝાપટપુરા'

પાટણ જિલ્લાના વેપારી મથક હારીજનો 'ઝાપટપુરા' વિસ્તાર હાલ સરકારી દસ્તાવેજોમાં થયેલા કથિત ફેરફારને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ વિસ્તારના કેટલાક નાગરિકોના રેશનકાર્ડ અને અન્ય સરકારી ઓળખપત્રોમાં મૂળ નામ 'ઝાપટપુરા'ના બદલે 'ઇસ્લામપુરા' લખાઈને આવતા વિવાદ ઉભો થયો છે. સ્થાનિક સ્તરે મામલતદાર કચેરીના કર્મચારીઓ અથવા કોઈ તત્વોની મિલીભગતની આશંકાઓ સાથે આ મુદ્દો હવે ધ્રુવીકરણ અને રાજકીય સ્વરૂપ તરફ આગળ વધી રહ્યો છે. વર્ષોથી હિન્દુ-મુસ્લિમ પરિવારો જ્યાં સાથે રહે છે, ત્યાં આ મામલે લોકોમાં ભવિષ્યની સુરક્ષાને લઈ અસમંજસ વ્યાપી છે. તંત્ર માટે હવે એ તપાસનો વિષય બન્યો છે કે આ ફેરફાર કોઈ કોમ્પ્યુટર ઓપરેટરની સામાન્ય ભૂલ છે કે પછી કોઈ ચોક્કસ મેલી મુરાદથી કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓની સહીઓ હોવાથી સમગ્ર સરકારી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

