VIDEO: કચ્છના દરિયાઈ વિસ્તારમાં બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
કચ્છના દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. જખૌ નજીક સૈયદ સ

કચ્છના દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. જખૌ નજીક સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન 20 પેકેટ ચરસ મળી આવ્યો હતો. બિનવારસુ હાલતમાં મળેલા આ ડ્રગ્સના પેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સતત ડ્રગ્સ મળવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને સુરક્ષા એજન્સીઓએ દરિયાઈ વિસ્તારમાં વધુ સઘન સર્ચ અને પેટ્રોલિંગ ઓપરેશન શરૂ કર્યું છે.




