VIDEO: અલ નીનોનો પલટવાર! 9 દિવસના રેકોર્ડબ્રેક વરસાદ બાદ ફરી નબળું પડશે ચોમાસું
દેશમાં ચોમાસાએ તાજેતરમાં જોરદાર વાપસી કરતાં અનેક રાજ્યોમાં સારો વરસ

દેશમાં ચોમાસાએ તાજેતરમાં જોરદાર વાપસી કરતાં અનેક રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો અને ખરીફ પાકની વાવણીને વેગ મળ્યો છે. પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ 10થી 15 જુલાઈ દરમિયાન ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ગતિ ધીમી પડી શકે છે. આ વિરામને કારણે નવા વાવેલા ડાંગર અને અન્ય પાક પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની અસરને કારણે ચોમાસું અસ્થિર બની રહ્યું છે. જુલાઈના અંતમાં વરસાદનો વધુ એક સક્રિય રાઉન્ડ આવવાની શક્યતા છે, પરંતુ ત્યાં સુધી ખેડૂતો માટે ચિંતા યથાવત રહેશે.




