VIDEO: બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો નિર્ણય કેન્દ્રના અધિકારક્ષેત્રમાં આવે છે: દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અવલોકનમા

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું કે બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો કે કેમ તે સંપૂર્ણપણે એક નીતિગત વિષય છે, જે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા અને ૧૩થી ૧૬ વર્ષના વય જૂથ માટે કન્ટેન્ટનું નિયમન કરવા અંગેની જાહેર હિતની અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને મનમીત પીએસ અરોરાની બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચા કરીને આ અંગે યોગ્ય નીતિગત નિર્ણય લેશે.




