VIDEO:કોર્પોરેટરો સાયકલ-ઈ બાઈક પર પહોંચ્યા
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી પૂર્વે આજે એક અનોખો નજારો જોવા

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી પૂર્વે આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. મનપાના સ્પેશિયલ બોર્ડમાં ભાગ લેવા માટે ભાજપના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતા ઈ-બાઈક અને સાયકલો સવાર થઈને પહોંચ્યા હતા. જોકે, આ દ્રશ્યો વચ્ચે એક વિવાદ પણ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બે દિવસ પહેલા જ વડાપ્રધાન સાથે મુલાકાત કરી ચૂકેલા રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ કાર પુલિંગ કે સાદગીના નિયમોને અવગણીને પોતાની લક્ઝુરિયસ કારમાં એકલા જ મનપા ખાતે પહોંચ્યા હતા, જેને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.

