મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેર હોમ્સ સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાતા હાલાકી

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસેલા વરસાદના કારણે શેલા વિસ્તારમાં મહેર હોમ્સ સોસાયટીના બે બેઝમેન્ટમાં પાણી ભ

તસવીર: gstv

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસેલા વરસાદના કારણે શેલા વિસ્તારમાં મહેર હોમ્સ સોસાયટીના બે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે 50થી વધુ કાર અને 40થી વધુ ટુ-વ્હીલર બેઝમેન્ટમાં ફસાઈ ગયા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અંતે સોસાયટીના લોકોએ ખાનગી પંપની મદદથી બેઝમેન્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો