મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક, મોડીરાત્રે રોડ પર સ્ટંટબાજી; મુસાફરોના જીવને જોખમ

શહેરના રોડ પરથી અવારનવાર બાઇકચાલકોના સ્ટંટના વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા હોય છે એવામાં રાજકોટ શહેરમાં પણ જાણે

શહેરના રોડ પરથી અવારનવાર બાઇકચાલકોના સ્ટંટના વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા હોય છે એવામાં રાજકોટ શહેરમાં પણ જાણે સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેમ લાગે છે. રાજકોટ શહેરના રોડ પર બાઇકચાલકોના સ્ટંટનો વિડીયો ઉમેદ બાબર નામથી સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં યુવક પોતે જીવના જોખમે બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તે રોડ પરના અન્ય વાહનચાલકો માટે પણ મુશ્કેલી સર્જી શકે છે.

આ પણ વાંચો : VIDEO: સાણંદના નળ સરોવર પાસે બે અજગરે ગામ ગજવ્યું, છેવટે રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવાયા

આ બાઈક ચાલકો બાઇક રેસિંગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ રફતારના કહેર વચ્ચે જાહેરમાં સ્ટંટ કરતા આવા લોકો સામે કાર્યવાહી જરૂરી છે. આ બાબતે નગરજનોએ પોલીસ પાસેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો