VIDEO: ખાડીપૂર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સક્રિય: આગામી બે દિવસમાં ડ્રોન સર્વે શરૂ થશે
સુરતમાં ખાડીપૂરના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા મહત

સુરતમાં ખાડીપૂરના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી બે દિવસમાં વરસાદ વિરમતાની સાથે જ સુરતની ખાડીઓનો હાઇ-ટેક ડ્રોન સર્વે શરૂ કરવામાં આવશે. આ મામલે NHAI, રેવન્યુ, DILR અને સુડા સહિતની વિવિધ સરકારી એજન્સીઓ તેમજ પ્રોજેક્ટ ડિરેક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ જરૂરી તમામ ડેટા અને નકશા આગામી ૨ થી ૫ દિવસમાં કન્સલટન્ટને સોંપી દે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કન્સલટન્ટને આ તમામ માહિતી મેળવીને માત્ર ૫ દિવસમાં જ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે, જેથી પૂરની સમસ્યાનો વહેલી તકે સચોટ અને કાયમી ઉકેલ લાવી શકાય.




