મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ખાડીપૂરનો કહેર: ફેબ્રીઝો માર્કેટના બેઝમેન્ટમાં કરોડોનો કાપડનો માલ ડૂબ્યો, વેપારીઓ પાયમાલ!

સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિને કારણે સ્થાનિક વેપ

તસવીર: gstv

સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિને કારણે સ્થાનિક વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ અને ખાડીના પાણી બેક મારવાને કારણે પર્વત પાટિયા નજીક આવેલી જાણીતી થફેબ્રીઝો માર્કેટ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. માર્કેટના બેઝમેન્ટમાં પાણી ફરી વળતાં ત્યાં રાખેલો 100થી વધુ પાર્સલ કાપડનો કરોડો રૂપિયાનો માલસામાન સંપૂર્ણપણે ભીંજાઈ ગયો છે, જેને કારણે વેપારીઓને પાયમાલ થવાની નોબત આવી છે. ​આ પૂરના પાણીમાં માત્ર વેપારી માલ જ નહીં, પરંતુ પાર્કિંગમાં મુકેલાં અનેક વાહનો પણ ડૂબી જતાં ભારે નુકસાન થયું છે. સ્થાનિક વેપારીઓએ આપવીતી જણાવતા કહ્યું કે, પૂરની સ્થિતિ એટલી વિકટ હતી કે તેઓ માંડ-માંડ પોતાનો જીવ બચાવીને બહાર નીકળી શક્યા હતા. ​હાલમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે માર્કેટના અગ્રણીઓ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. બેઝમેન્ટ અને પાર્કિંગ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવા માટે મોટા પંપ ગોઠવીને પાણી બહાર કાઢવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો