મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પહેલા વરસાદમાં ‘રામ પથ’ પર ખાડા પડી જતાં ત્રણ એન્જિનિયરો સસ્પેન્ડ

ચોમાસા પહેલાના વરસાદ દરમિયાન રામ પથ પર ખાડાઓ સર્જાયા બાદ આ કડક કાર્યવાહી કરવામ

ચોમાસા પહેલાના વરસાદ દરમિયાન રામ પથ પર ખાડાઓ સર્જાયા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે બાંધકામ પછીના પ્રથમ વરસાદમાં અયોધ્યા રામ પથ પર ખાડાઓ દેખાતાં PWD વિભાગના ત્રણ એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા છે. રામપથના નિર્માણમાં 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પહેલા વરસાદમાં રામપથ પર 13 જગ્યાએ ખાડા પડી ગયા હતા.

સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયરોમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધ્રુવ અગ્રવાલ, આસિસ્ટન્ટ એન્જિનિયર અનુજ દેશવાલ અને જુનિયર એન્જિનિયર પ્રભાત પાંડેનો સમાવેશ થાય છે. શહેરમાં ચોમાસા પહેલાના વરસાદ દરમિયાન રામ પથ પર ખાડાઓ સર્જાયા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો