મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ પત્નીની હત્યા કરી, પનવેલથી બે આરોપીઓની ધરપકડ

નવી મુંબઈના પનવેલ વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા હત્યાકાંડનો ખુલાસો થયો છે, જ્યાં

તસવીર: gstv

નવી મુંબઈના પનવેલ વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા હત્યાકાંડનો ખુલાસો થયો છે, જ્યાં ચારિત્ર્ય અને પ્રેમ સંબંધની શંકા રાખીને એક પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ અને તેનો સાથીદાર ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક તપાસના ચક્ર ગતિમાન કરીને પનવેલ વિસ્તારમાંથી પતિ અને તેના મદદગાર સાથીદારની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દંપતી વચ્ચે અવારનવાર શંકાના આધારે ઝઘડા થતા હતા, જેણે આખરે આ ઘાતકી રૂપ ધારણ કર્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો